:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

એકતા કપૂર બીજી વખત માતા બનશે...??? 48 વર્ષે સિંગલ , એક બાળકની માતા હવે સરોગસીથી ફરી માતા બનશે...!!!!

top-news
  • 11 May, 2024

એક દાયકાના સુપ્રસિદ્ધ અભિનેતા જિતેન્દ્રની દીકરી અને હાલની ફેમસ ફિલ્મ પ્રોડ્યુસર એકતા કપૂર પોતાની પ્રોફેશનલ લાઈફને લઈને ઘણી ચર્ચામાં રહે છે. ફિલ્મો અને ટીવી શોમાં સફળતા મેળવ્યા બાદ તેણે હવે  OTT પર પણ પોતાની હુન્નર દર્શાવવાનુ શરૂ કર્યું છે. જેમાં પણ તેને સફળતા સાંપડી છે. હાલમાં  તેની ઘણી સફળ વેબ સિરીઝ આવી ચુકી છે. ત્યારબાદ એકતા કપૂરને લાઈમ લાઇટમાં રહેવાનું પસંદ ન હોવાથી તે તેના અંગત જીવનને લઈને વધુ ચર્ચામાં નથી રહેતી. પરંતુ ખાસ મિત્રો અને સંબંધીઓના પ્રસંગો માં જ તેને હાજરી જોવા મળતી હોય છે,

વધુમાં જણાવી દઈએ કે એકતા 48 વર્ષની ઉંમરે પણ સિંગલ હોવા છત્તા તે એક બાળકની માતા છે.પ્રાપ્ત માહિતી મુજબ  હવે તે સરોગસી દ્વારા ફરીથી માતા બનવા જઈ રહી છે. ત્યારે વધુ એક નવું અપડેટ આ મામલે સામે આવી રહ્યું છે, જે મુજબ  એકતાનો દીકરો રવિ હવે 5 વર્ષનો થઈ ગયો છે અને હવે તેને પણ એક સિબલિંગ જોઈએ છે. તેથી  એકતા કપૂર પણ આ વાત પર ધ્યાન આપી રહી છે અને સરોગસી દ્વારા ફરીથી માતા બનવાનું વિચારી રહી છે.



પરંતુ હવે નવા અહેવાલમાં આ સમાચારને નકારી કાઢવામાં આવ્યા છે અને તેને માત્ર અફવા ગણાવવામાં આવી છે. નવા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે - ફક્ત એક્સક્લુઝિવ્સ અને લાઇક્સના બદલામાં ખોટી માહિતી શેર કરવી તે કોઈપણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહીં. કોઈપણ સમાચારને પહેલા સંપૂર્ણ સન્માન આપવું જોઈએ અને પહેલા તેની તપાસ થવી જોઈએ. આવા સમાચાર પણ બહાર આવી જાય છે તે ખૂબ જ હાસ્યાસ્પદ છે.

એકતા કપૂર જ નહીં પરંતુ તેનો નાનો ભાઈ તુષાર કપૂર પણ પોતાની મોટી બહેનના પગલે ચાલીને સરોગસી દ્વારા પિતા બન્યો. તેના પુત્રનું નામ લક્ષ્ય છે. બંને ભાઈ-બહેન લાઈમલાઈટથી દૂર રહે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તુષાર કપૂર હજુ પણ ફિલ્મોમાં એક્ટિવ છે પણ ભાગ્યે જ જોવા મળે છે. છેલ્લી વખત તે તેની બહેન એકતા કપૂરના પ્રોડક્શન હાઉસમાં બનેલી ફિલ્મ લવ સેક્સ ઔર ધોખા 2માં જોવા મળ્યો હતો. આ સિવાય તે ફરહાદ સામજીની ઓટીટી સિરીઝ પોપ કૌનમાં પણ જોવા મળ્યો હતો.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎