:
Breaking News
મમતાને નીતિ આયોગની બેઠક ન પસંદ આવી: CM મમતા બેનર્જી મીટિંગ છોડીને નીકળી ગયા, કહ્યું- મને બોલવા જ ન દીધી. જમ્મુ-કાશ્મીરમાં સર્ચ ઓપરેશન: માછિલ સેક્ટરમાં સૈનિકો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, અથડામણમાં 1 આતંકી ઠાર; 4 જવાન ઈજાગ્રસ્ત. આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા.

તબ્બુ હવે કરશે અમેરિકન ટીવી સિરીઝમાં ડેબ્યૂ : 'ડ્યૂનઃ પ્રોફેસી' સિરિયલમાં 'સિસ્ટર ફ્રાન્સેસ્કા'નું પાત્ર ભજવતી જોવા મળશે,જે તેના સમ્રાટને ખૂબ પ્રેમ કરે છે

top-news
  • 14 May, 2024

બૉલીવુડમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કર્યા બાદ ,અભિનેત્રીઓની ચાહત હોલીવુડમાં એન્ટ્રી કરવાની હોય છે. પરંતુ તે દરેક અભિનેત્રી માટે તે શક્ય થતું નથી, પરંતુ બૉલીવુડની 53 વર્ષની અભિનેત્રીને ઉમરના પડાવ પર પણ હોલીવુડની અંગ્રેજી ફિલ્મોમાં કામ કર્યા બાદ તેને ટીવી સિરિયલમાં કામ કરવાની તક મળતા તેને ગૌરવનો અનુભવ થયો છે.બૉલીવુડની નામાંકિત અભિનેત્રી તબ્બુએ ફિલ્મ 'લાઈફ ઓફ પાઈ' અને 'નેમસેક' જેવી અંગ્રેજી ફિલ્મોમાં કામ કર્યા બાદ હવે તે અમેરિકન ટીવીની દુનિયામાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. 

એક રિપોર્ટ અનુસાર, તબ્બુને 'ડ્યૂનઃ પ્રોફેસી'માં એક રોલ માટે કાસ્ટ કરવામાં આવી છે. આ પાત્ર અગાઉ પણ આ સિરીઝમાં હતું. પરંતુ તબ્બુને કાસ્ટ કર્યા બાદ આ પાત્રને નવો ચહેરો મળવા જઈ રહ્યો છે. વર્ષ 2019માં, આ ટીવી સિરીઝ "ડ્યુન: ધ સિસ્ટરહુડ" નામથી શરૂ કરવામાં આવી હતી. આ સિરીઝ બ્રાયન હર્બર્ટ અને કેવિન જે. એન્ડરસનના પુસ્તક "સિસ્ટરહુડ ઓફ ડ્યુન" પર આધારિત છે. આ એક સાયન્સ ફિક્શન ડ્રામા છે જે દર્શકો સમક્ષ ડ્યૂનની અનોખી દુનિયા રજૂ કરે છે. 



આ સિરીઝમાં સિસ્ટર ફ્રાન્સેસ્કાનો ઉલ્લેખ અત્યાર સુધી ઘણી વખત કરવામાં આવ્યો છે. સિસ્ટર ફ્રાન્સેસ્કા 'ડ્યુન: પ્રોફેસી'નું એક પાત્ર છે જે તેના સમ્રાટને ખૂબ પ્રેમ કરતી હતી. તબ્બુ આ સિરીઝમાં 'સિસ્ટર ફ્રાન્સેસ્કા'નું પાત્ર ભજવતી જોવા મળશે. જે માત્ર સુંદર જ નથી પરંતુ એક સ્ટ્રોંગ અને સ્માર્ટ મહિલા છે.તબ્બુની આ સિરીઝમાં એમિલી વોટસન, ઓલિવિયા વિલિયમ્સ, ટ્રેવિસ ફિમેલ, જોહદી મે, માર્ક સ્ટ્રોંગ, સારા-સોફી બૌસ્નીના, જોશ હ્યુસ્ટન, ક્લો લી, જેડ અનૌકા, ફોલિન કનિંગહામ, એડવર્ડ ડેવિસ, એઓફ હિન્ડ્સ, ક્રિસ મેસન, શાલોમ અને બ્રુને ફ્રેન્કલિન જેવા ઘણા હોલીવુડ કલાકારો જોવા મળશે. 

આ અમેરિકન ટીવી સીરીઝ સિવાય તબ્બુની આગામી હિન્દી ફિલ્મોની વાત કરીએ તો 'ક્રુ'ની સફળતા બાદ હવે અભિનેત્રી ફિલ્મ 'ઓરો મેં કહાં દમ થા'માં મોહિની સિંહ ચૌધરીની ભૂમિકા ભજવવા જઈ રહી છે. 
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎