:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ચંદીગઢ એરપોર્ટ પરની ઘટનાઃ બીજેપી સાંસદ કંગના રનૌતને ચંદીગઢ એરપોર્ટ પર લાફો મારવામાં આવ્યો, CISFના આરોપી જવાનની ધરપકડ

top-news
  • 06 Jun, 2024

ચંદીગઢ એરપોર્ટ પર બીજેપી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત સાથે ખરાબ વર્તન કરવાનો મામલો સામે આવ્યો છે. સાંસદે કરેલી ફરીયાદમાં એ વાત સામે આવી છે કે તે ચંદીગઢ એરપોર્ટ પર પહોંચી હતી. તેણે ફ્લાઈટથી દિલ્હી આવવાનું હતું. સિક્યોરિટી ચેક ઈન પછીથી તે જ્યારે બોર્ડિંગ પાસ માટે જઈ રહી હતી, તે દરમિયાન એલસીટી કુલવિંદર કૌરે(સીઆઈએસએફ યુનિટ ચંદીગઢ એરપોર્ટ) તેમને થપ્પડ મારી હતી. તે પછીથી કંગના રનૌતની સાથે યાત્રા કરી રહેલા શખ્સ મયંક મધુરે, કુલવિંદર કૌરને થપ્પડ મારવાની કોશિશ કરી હતી. આરોપી સીઆઈએસએફ કર્મચારીની ધરપકડ કરી લેવામાં આવી છે. 

ચંદીગઢ એરપોર્ટ પર બીજેપી સાંસદ અને અભિનેત્રી કંગના રનૌત સાથે ખરાબ વર્તન કરવાનો મામલો સામે આવ્યો છે. સાંસદે કરેલી ફરીયાદમાં એ વાત સામે આવી છે કે તે ચંદીગઢ એરપોર્ટ પર પહોંચી હતી. તેણે ફ્લાઈટથી દિલ્હી આવવાનું હતું. સિક્યોરિટી ચેક ઈન પછીથી તે જ્યારે બોર્ડિંગ પાસ માટે જઈ રહી હતી, તે દરમિયાન એલસીટી કુલવિંદર કૌરે(સીઆઈએસએફ યુનિટ ચંદીગઢ એરપોર્ટ) તેમને થપ્પડ મારી હતી. તે પછીથી કંગના રનૌતની સાથે યાત્રા કરી રહેલા શખ્સ મયંક મધુરે, કુલવિંદર કૌરને થપ્પડ મારવાની કોશિશ કરી હતી. આરોપી સીઆઈએસએફ કર્મચારીની ધરપકડ કરી લેવામાં આવી છે. 


આ ઘટના ગુરુવારે બપોરે 3.30 કલાકે બની હતી. કંગના રનૌત એરપોર્ટ સિક્યોરિટી ચેકમાંથી નીકળી રહી હતી ત્યારે મહિલા સૈનિકે તેના પર હાથ ઉઠાવ્યો હતો. કંગનાએ આ અંગે ફરિયાદ પણ નોંધાવી છે. ખેડૂતોના આંદોલન દરમિયાન કંગનાને થપ્પડ મારનાર CISF જવાન તેના નિવેદનથી દુઃખી થઇ હતી. અત્યારે એરપોર્ટ પર હાજર સિક્યોરિટીએ કુલવિંદરને કમાન્ડેટ રૂમમાં બેસાડી રાખી છે. કંગના દિલ્હી જવા રવાના થઈ ગઈ છે. કંગના રનૌત આ લોકસભા ચૂંટણી હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપ વતી લડી હતી. અભિનેત્રીની સામે કોંગ્રેસ પાર્ટીના નેતા વિક્રમાદિત્ય સિંહ હતા. કંગનાએ તેને 74,755 વોટથી હરાવ્યો.

કંગના રનૌત દિલ્હી પહોંચી ગઈ છે અને વરિષ્ઠ અધિકારીઓની હાજરીમાં તેમણે સીઆઈએસએફના ડાયરેક્ટર જનરલ નીના સિંહને ઘટનાની જાણકારી આપી છે. કંગનાનો દાવો છે કે કોન્સ્ટેબલ કુલવિંદર કૌરે ચંદીગઢ એરપોર્ટ પર તેની સાથે દલીલ કરી અને થપ્પડ મારી. કોન્સ્ટેબલ કુલવિંદરને સીઓ રૂમમાં અટકાયતમાં લેવામાં આવ્યા છે અને પૂછપરછ ચાલી રહી છે. ચંદીગઢ એરપોર્ટ પર સીઆઈએસએફ દ્વારા CCTVની તપાસ કરવામાં આવી રહી છે.