:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

વકીલે કહ્યું- 'માય લોર્ડ, હું ટ્રાફિક જામમાં અટવાયો છુંઃ સુપ્રીમ કોર્ટની સુનાવણીમાં વકીલે કારમાં બેઠા બેઠા ઓનલાઇન કરી દલીલો...!!

top-news
  • 13 Feb, 2024

ખેડૂતોનું આંદોલન ફરી શરૂ થયા બાદ દિલ્હીના રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. સામાન્ય નાગરિકોની સાથે અધિકારીઓ, નેતાઓ અને વકીલો પણ આ ટ્રાફિક જામની ઝપેટમાં આવી રહ્યા છે. આજે દિલ્હીમાં એક વકીલે ટ્રાફિક જામના કારણે પોતાની કારમાં બેસીને કોર્ટમાં ઓનલાઇન પોતાની દલીલ રજૂ કરી હોવાનો રસપ્રદ કિસ્સો બન્યો હતો. 

આજે ફરી દેશના વિવિધ રાજ્યોમાંથી ખેડૂતો દિલ્હી પહોંચી રહ્યા છે. ખેડૂતોની 'દિલ્હી ચલો' કૂચની ઘોષણા બાદ વહીવટીતંત્ર પૂરજોશમાં છે, દિલ્હીની સરહદો પર વિવિધ સ્થળોએ બેરિકેડ અને કાંટાળા વાયરો લગાવવામાં આવ્યા છે. ખેડૂતોના આ પ્રદર્શનને લઈને બાર એસોસિએશનના પ્રમુખ આદિશ અગ્રવાલે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચુડને પત્ર લખીને સંજ્ઞાન લેવાની અપીલ કરી હતી, જેના પર કોર્ટે સુનાવણી કરી હતી.

સુનાવણી દરમિયાન, એક વકીલે કારમાં બેસીને દલીલ કરવાનું શરૂ કર્યું, જેના જવાબમાં જસ્ટિસ ઓકાએ કહ્યું, "અમને વકીલો વર્ચ્યુઅલ રીતે દેખાય તે સામે કોઈ વાંધો નથી, પરંતુ આ રીતે ચાલતી કારમાં નહીં." તેના જવાબમાં વકીલે કહ્યું, માય લોર્ડ્સ, ખેડૂતોના વિરોધને કારણે હું જામમાં ફસાઈ ગયો છું. વકીલનો આ જવાબ સાંભળીને બેન્ચે કહ્યું ઓહ! એમ વાત છે...જો આ કારણ હશે તો અમે માફ કરીશું.

ખેડૂતોની માર્ચને કારણે દિલ્હીમાં ઘણી જગ્યાએ ટ્રાફિક જામ છે. ખેડૂતોના વિરોધને કારણે લોકોને ગાઝીપુર બોર્ડર અને ચિલ્લા બોર્ડર પર ટ્રાફિક જામનો સામનો કરવો પડી રહ્યો છે. આ સિવાય દિલ્હી, નોઈડા અને ગુરુગ્રામમાં ટ્રાફિક જામથી લોકો પરેશાન છે. ખેડૂતોની દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત બાદથી દિલ્હી પોલીસે દિલ્હી સરહદો પર ઘણી વ્યવસ્થા કરી છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎