:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

દિલ્હીની સરહદો પર ખેડૂતો-પોલીસ વચ્ચે અથડામણ : રાહુલ ગાંધીએ ઘાયલ ખેડૂતો સાથે ફોન પર વાત કરી...

top-news
  • 14 Feb, 2024

ખેડૂતો MSP ની  કાયદાકીય ગેરેન્ટીની પોતાની  માંગણીઓ સાથે દિલ્હી સુધી કૂચ કરવા સરહદ પર અડીખમ બેઠા છે. દેશભરના ખેડૂતો દિલ્હીની અલગ અલગ સરહદો પર આવીને દિલ્હીની અંદર ઘૂસવાના પ્રયનતો કરી રહ્યા છે, જ્યારે  પોલીસ આ લોકોને પરત લાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે.

આ દરમિયાન આંદોલનકારી ખેડૂતો પર ટીયરગેસના સેલ છોડવામાં આવ્યા હતા અને પરિસ્થિતિ કાબૂ બહાર જતી હોય તેવું લાગી રહ્યું હતું. જેમાં અનેક ખેડૂતો ઘાયલ થયા હતા. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ આ ઘાયલ ખેડૂતો સાથે ફોન પર વાત કરી હતી.

ખેડૂતો મંગળવારે સરહદ પર પોલીસ સાથેની અથડામણમાં ઘાયલ થયા હતા. અગાઉ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવશે તો ખેડૂતોને MSP પર કાયદાકીય ગેરંટી આપવામાં આવશે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, "ખેડૂત ભાઈઓ માટે આ એક ઐતિહાસિક દિવસ છે. કોંગ્રેસે સ્વામીનાથન કમિશન મુજબ દરેક ખેડૂતને દરેક પાક પર MSPની કાયદેસર ગેરંટી આપવાનો નિર્ણય કર્યો છે."

પહેલા શંભુ બોર્ડર પર અને પછી જીંદ બોર્ડર પર ખેડૂતો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન ટીયર ગેસના શેલ પણ છોડવામાં આવ્યા હતા. રોષે ભરાયેલા ખેડૂતોએ બોર્ડર પર બનેલા ઓવરબ્રિજની રેલિંગ તોડી નાખી હતી. 

હરિયાણાના અંબાલા, કુરુક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ અને સિરસા જિલ્લામાં 15 ફેબ્રુઆરી સુધી ઈન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સિવાય 22 માંથી 15 જિલ્લામાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. ખેડૂતોની 2500 ટ્રેક્ટર ટ્રોલીઓ શંભુ સરહદે પહોંચી છે. જેમાંથી 800 ટ્રોલીઓમાં ખાદ્ય સામગ્રી, લાકડું અને પેટ્રોલ અને ડીઝલ લઈ જઈ રહ્યા છે. ખેડૂતો છેલ્લા બે મહિનાથી 'દિલ્હી ચલો' કૂચ માટે છ મહિનાથી વિરોધ કરવા માટે તૈયારી કરી રહ્યા છે.  
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎