:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ચાર ધામ માટે ઓફલાઈન રજીસ્ટ્રેશન બંધ : મુસાફરોના ભારે ધસારાને કારણે 15મી- 16મી મેના રોજ ઓફલાઈન રજીસ્ટ્રેશન બંધ રખાયું

top-news
  • 15 May, 2024

હિન્દુઓના પવિત્ર તીર્થ ધામમાં સમાવિષ્ટ ચાર યાત્રા ધામ શ્રદ્ધાળુઓ માટે આખાત્રીજના દિવસે ખૂલી ગયા બાદ ત્યાં ભાવિકોનું ઘોડા પુર ઊમટ્યું હતું ,તેથી સુરક્ષા કારણોસર મુસાફરોના ભારે ધસારાને કારણે 15મી અને 16મી મેના રોજ ચારધામનું ઓફલાઈન રજીસ્ટ્રેશન બંધ રખાયું હતું. ચારધામ યાત્રા માટે આ રજીસ્ટ્રેશન હરિદ્વાર અને ઋષિકેશમાં થઈ રહ્યા હતા. નોંધનિય છે કે, હાલમાં હજારો શ્રદ્ધાળુઓ હરિદ્વાર અને ઋષિકેશમાં ફસાયેલા છે તેવા સમાચાર સૂત્રો દ્વારા મળી રહ્યા છે.

આ વર્ષે ચારધામની મુલાકાતે આવનાર ભક્તોની સંખ્યામાં આશરે 44%નો વધારો જોવા મળ્યો છે. ગંગોત્રી ધામના પૂજારીઓ પણ આનાથી ખૂબ નારાજ છે. તેમનું કહેવું છે કે, મંગળવારે ગંગા સપ્તમીના અવસર પર કોઈ પણ ભક્ત ગંગોત્રી આવી શક્યા નથી. આવું એટલા માટે થયું કારણ કે તેઓ વચ્ચે ઘણી જગ્યાએ રોકાયા હતા. 22 કલાકથી ભક્તો ટ્રાફિક જામમાં અટવાયા છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને થોડા દિવસો રાહ જોવાની અપીલ કરવામાં આવી રહી છે.

ચાર ધામ યાત્રા માટે ઉમટતા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 15 અને 16 મેના રોજ ઓફલાઈન રજીસ્ટ્રેશન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઑફલાઇન નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી મે મહિના માટે ચારધામ માટેના તમામ ઑફલાઇન સ્લોટ બુક થઈ ગયા છે. જેના કારણે ઘણા યાત્રિકોને મે મહિનામાં ચારધામ યાત્રા પર જવાનો સ્લોટ મળી શક્યો નથી. જોકે ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ રહેશે. અહીં મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

હાલમાં હરિદ્વાર અને ઋષિકેશમાં યાત્રાના રૂટમાં ઘણી જગ્યાએ શ્રદ્ધાળુઓને રોકવામાં આવ્યા છે. ધામમાં નિર્ધારિત સંખ્યા કરતા વધુ ભક્તોનો ભરાવો છે જેના કારણે ધામની તેમજ યાત્રિકોની સલામતી સામે ખતરો ઉભો થયો છે. આ બધું જોઈને ભક્તોને વિવિધ સ્થળોએ રોકીને પવિત્ર સ્થળોએ દર્શન માટે મોકલવામાં આવી રહ્યા છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎