ઓડિશામાં ગમખ્વાર અકસ્માતમાં 6નાં મોત: એક જ પરિવારના તમામ સભ્યો લગ્નમાં હાજરી આપીને ઘરે પરત ફરતા હતા, રસ્તામાં અકસ્માતે ભોગ લીધો
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan16052024_064349_Car accident.webp)
- 16 May, 2024
ઓડિશાના રિમુલી નજીક નેશનલ હાઈવે નં-520 પર થયેલા એક રોડ અકસ્માતમાં એક જ પરિવારના 6 લોકોનાં મૃત્યુ થયા છે. પોલીસે ઘટના અંગે જણાવતા કહ્યું હતું કે કાર બારબીલ જઈ રહી હતી, આ દરમિયાન ડ્રાઈવરે સ્ટેરિંગ પરનો કન્ટ્રોલ ગુમાવી દીધો હતો. તે લોખંડ ભરેલા એક ટ્રકમાં ઘુસી ગઈ હતી. જોકે આ દુર્ઘટના પછી તે ટ્રક ત્યાંથી રવાના થઈ ગઈ હતી. જોકે તે પછીથી કારને પાછળથી આવતી અન્ય એક ટ્રકે ટક્કર મારી હતી.
પોલીસે જણાવ્યું હતું કે હિરાલાલ પલ્લઈ અને તેમનો પરિવાર તારામાકાન્તા ખાતેથી લગ્નનનો એક કાર્યક્રમમાં પતાવીને બારબીલ પરત આવી રહ્યો હતો. જોકે અકસ્માતના પગલે તમામ લોકોનું ઘટના સ્થળે જ મૃત્યું થયું હતું. મૃતકોમાં 4 મહિલા અને ડ્રાઈવર સહિત 2 પુરુષો સામેલ છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ