પેટ્રોલ-ડિઝલના ભાવમાં ઘટાડાની શક્યતા: ક્રૂડ ઓઈલ કંપનીઓ પાસેથી વસુલાતા વિન્ડફોલ ટેક્સમાં કરાયો ઘટાડો, સરકારે લીધો મોટો નિર્ણય
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan16052024_121550_Windfall tax.webp)
- 16 May, 2024
ચૂંટણીના પરિણામ પહેલા સામાન્ય લોકો માટે મોટા સમાચાર આવી શકે છે. સરકારે ઘરેલું સ્તરે ઉત્પાદન કરતા ક્રુડ પર વિન્ડફોલ ટેક્સને 8,400 રૂપિયા પ્રતિ ટનથી ઘટાડીને 5700 રૂપિયા કરવાનો નિર્ણય કર્યો છે. વિન્ડફોલ ટેક્સમાં પહેલા સરકાર સતત વધારો કરી રહી હતી. હવે તે સતત બીજી વખત ટેક્સમાં કાપ મૂકી રહી છે. આ ટેક્સ વિશેષ અતિરિક્ત ઉત્પાદ શુલ્ક(એસઆઈડી)ના રૂપમાં લગાવવામાં આવે છે.
ડીઝલ, પેટ્રોલ અને જેટમાં ઉપયોગ થતું ઈંધણ અથવા એટીએફની નિકાસ પર વધારાના આબકારી જકાતમાં કોઈ વધારો કરાયો નથી. સીબીઆઈસી એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાઈરેક્ટ ટેક્સેસે એક સત્તાવાર આદેશમાં કહ્યું છે કે, નવો ભાવ 16 મેથી લાગુ થઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, વિન્ડફોલ ટેક્સ એ એક પ્રકારનો કર છે જે ઉત્પાદન કરનાર પર ચોક્કસ મર્યાદાથી વધુ નફા પર લાદવામાં આવે છે. નોંધનીય છે કે, સરકાર દર 15 દિવસે વિન્ડફૉલ ટેક્સની સમીક્ષા કરે છે.
અગાઉ વિન્ડફૉલ ટેક્સમાં સતત વધારો કરાતો હતો, પરંતુ કેન્દ્ર સરકારે પહેલી મેએ પ્રથમવાર ક્રુડ ઓઈલ પરના વિન્ડફૉલ ટેક્સને ઘટાડવાનો નિર્ણય કર્યો હતો. સરકારે પ્રતિ ટને 9600 રૂપિયા વિન્ડફૉલ ટેક્સ ઘટાડી 8400 રૂપિયા કરી દીધો હતો. આ અગાઉ 16મી એપ્રિલે ટેક્સમાં 6800 રૂપિયાથી વધારીને 9600 રૂપિયા કરી દેવાયો હતો. જ્યારે તેના એક વર્ષ પહેલા પ્રતિ ટન 4900 રૂપિયાથી વધારીને 6800 રૂપિયા વિન્ડફૉલ ટેક્સ કરી દેવાયો હતો.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ