:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

વીજળી પડવાના કારણે 11નાં મોત: પશ્ચિમ બંગાળના માલદા જિલ્લામાં વીજળી પડવાના કારણે ખેતરમાં જ લોકો સળગી ગયા

top-news
  • 17 May, 2024

પશ્ચિમ બંગાળના માલદામાં વીજળી પડવાના પગલે ગુરુવારે રાતે 11 લોકોનાં મોત થયા હતા. એમ કહેવાઈ રહ્યું છે કે વીજળી પડવા દરમિયાન મૃત્યુ પામનાર આ તમામ લોકો ભારે પવન પછી પડેલા વરસાદ પગલે કેરીના આંબાઓ પરથી નીચે પડી ગયેલી કેરીઓને એકઠી કરવા માટે કેરીના બગીચાઓમાં ગયા હતા.

માલદા તાલુકાના સત્તાવાળાઓએ પ્રત્યેક મૃતકોના પરિવારના સભ્યોને 2 લાખ રૂપિયાની નાણાંકીય સહાય કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે સોશિયલ મીડિયા પર મમતા બેનર્જીએ પોસ્ટ કરી હતી. તેમણે કહ્યું કે મારી સહાનુભુતિ વીજળી પડવાના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારની સાથે છે. હું ઘટનામાં જે લોકોને ઈજા થઈ છે, તેઓ ઝડપથી રિકવર થઈ જાય, તેવી પ્રાર્થના કરું છું. 

સાહાપુરમાં ચંદન સહાની, રાજ મરીધ્ધા, મનજીત મંડલ જ્યારે ખેતરમાંથી કેરીઓને એકત્રિત કરી રહ્યાં હતા, ત્યારે અચાનક જ તેમના માથા પર વીજળી પડતા તેમના મોત થયાં હતા. ગાજોલમાં આસિત સાહા પણ ખેતરમાં કેરી એકત્રિત કરી રહ્યાં હતા, ત્યારે તેમના માથા પર વીજળી પડતા તેમનું મોત થયું હતું. અતુલ મંડલ, શેખ સબરુલ, રાણા શેખ નિહાતુલામાં જ્યારે કેરી એકત્રિત કરતા હતા, ત્યારે તેમના માથા પર વીજળી પડતા, તેમનું મોત થયું હતું. જ્યારે સુમિત્રા મોડોલ, પંકજ મોડોલ ડાંગરના ખેતરમાં કામ કરી રહ્યાં હતા, ત્યારે  તેમના માથા પર વીજળી પડી હતી અને તેમનું મૃત્યું થયું હતું. નયન રે અને પ્રિયંકા સિંહ શણના ખેતરમાં કામ કરી રહ્યાં હતા. ઉલ્લેખનીય છે કે માલદાની ફાજલી, હિમસાગર  અને લક્ષ્મણભોગ કેરીઓ ખૂબ જ જાણીતી છે. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎