:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

સ્વાતિ માલીવાલ કેસની એફઆઈઆરની વિગત: સ્વાતિએ કહ્યું- હું CMને મળવા ડ્રોઈંગ રૂમમાં બેઠી હતી, ત્યાં બિભવ કુમાર મને અપશબ્દો બોલવા લાગ્યા

top-news
  • 17 May, 2024

આમ આદમી પાર્ટી સાંસદ સ્વાતિ માલીવાલ કેસમાં સતત નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. સીએમ અરવિંદ કેજરીવાલના પીએસ બિભવ કુમારની વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ છે. પોલીસ આજે સ્વાતિનું નિવેદન નોંધવા માટે તેને લઈને તીસ હજારી કોર્ટમાં પહોંચી છે. એક અહેવાલ મુજબ સ્વાતિ સાથેની મારપીટ પછીથી તેમના તરફથી 13 મેના રોજ પોલીસને આપવામાં આવેલી ફરિયાદને જ એફઆઈઆરમાં બદલી નાખવામાં આવી છે. આ સિવાય તે દિવસનો સીએમ હાઉસની અંદરનો વીડિયો પણ સામે આવ્યો છે. જ્યારે સ્વાતિની સાથે  મારપીટ થઈ હતી. 

એફઆઈઆરમાં શું છે
હું દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવા માટે તેમની કેમ્પ ઓફિસે ગઈ હતી. ઓફિસ ગયા પછીથી સીએમના પીએસ બિભવ કુમારને ફોન કર્યો હતો, જોકે સંપર્ક થઈ શક્યો નહોતો. પછીથી મેં તેમના મોબાઈલ નંબર પર વ્હોટ્સઅપથી એક મેસેજ કર્યો હતો. જોકે તેનો કોઈ જ જવાબ આવ્યો નહોતો. તે પછીથી હું ઘરના મુખ્ય દરવાજાથી અંદર ગઈ હતી. જેનો ઉપયોગ હું પહેલેથી કરતી આવી છું. બિભવ કુમાર ત્યાં હાજર નહોતા, તેના પગલે હું ઘરની અંદર દાખલ થઈ હતી અને ત્યાં હાજર કર્મચારીઓને જાણ કરી કે તેઓ સીએમને મળવા આવ્યા હોવા અંગેની જાણ કરે. 

મને કહેવામાં આવ્યું કે તે ઘરમાં હાજર છે અને મને ડ્રોઈંગ રૂમમાં જવા માટે કહેવામાં આવ્યું. હું ડ્રોઈગ રૂમમાં જઈને સોફા પર બેઠી અને તેમની રાહ જોઈ રહી હતી. એટલામાં જ એક સ્ટાફે મને જાણ કરી કે સીએમ મને મળવા માટે આવી રહ્યાં છે અને આટલું કીધા પછી તરત સીએમના પીએસ બિભવ કુમાર ઘરમાં આવી ગયા હતા. તેઓ કોઈ વાત વગર જ બૂમ પાડવા લાગ્યા હતા અને મને ગાળો બોલવા લાગ્યા હતા. હું અચાનક જ સ્તબ્ધ થઈ ગઈ હતી. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎