લોકસભા ચૂંટણીનાં પાંચમાં તબક્કાનું મતદાન: 9 વાગ્યા સુધીમાં 10.28 ટકા મતદાન, બંગાળમાં બમ્પર વોટિંગ, RBI ગવર્નર શક્તિકાંત દાસે મુંબઈમાં વોટિંગ કર્યું
- 20 May, 2024
લોકસભા ચૂંટણીના આજે પાંચમાં તબક્કાનું વોટિંગ ચાલી રહ્યું છે. આ તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા સીટો પર મતદાન થઈ રહ્યું છે. આ સિવાય ઓડિશા વિધાનસભાની બચેલી 35 સીટો પર પણ આજે મતદાન છે. લોકસભા ચૂંટણીના આ તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 લોકસભા સીટો પર 8 કરોડ 95 લાખથી વધુ મતદાતા 94732 મતદાન કેન્દ્રો પર વોટિંગ કરીને પોતાનો પ્રતિનિધિ ચૂંટશે. ઓડિશા વિધાનસભાની બચેલી 35 સીટો પર પણ આજે જ મતદાન છે.
પાંચમાં તબક્કાની 49 લોકસભા સીટો પર કુલ 695 ઉમેદવારો મેદાનમાં છે. આજે મહારાષ્ટ્રની 13, ઉત્તરપ્રદેશની 14, પશ્ચિમ બંગાળની સાત, બિહારની પાંચ, ઝારખંડની ત્રણ, ઓડિશાની પાંચ અને જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખની એક-એક સીટ પર મતદાન થશે. પાંચમાં તબક્કામાં સૌથી ઓછી સીટો(49) પર મતદાન થવા જઈ રહ્યું છે.
ચૂંટણી આયોગના જણાવ્યા મુજબ બિહાર, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઝારખંડ, મહારાષ્ટ્ર, ઓડિશા, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં વોટિંગ થશે. પાંચમાં તબક્કામાં 9 લાખ 47 હજાર કર્મચારી ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન કરશે. સામાન્ય રીતે સવારે સાત વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે. પાંચમાં તબક્કામાં કુલ 8 કરોડ 95 લાખથી વધુ મતદાતા છે. તેમાં 5409 વોટર થર્ડ જેન્ડર છે. તેમાંથી 100 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના 24,792 મતદાતા છે. જ્યારે 85 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના 7 લાખ 81 હજાર મતદાતા છે. સાત લાખ ત્રણ હજાર મતદાતા દિવ્યાંગ છે.
રાજ્યોમાં સવારે 9 વાગ્યા સુધીમાં વોટિંગ
બિહારમાં 8.86 ટકા, જમ્મુ-કાશ્મીરમાં 7.63 ટકા, ઝારખંડમાં 11.68 ટકા, લદ્દાખમાં 10.51 ટકા, મહારાષ્ટ્રમાં 6.33 ટકા, ઓડિશામાં 6.87 ટકા, ઉત્તરપ્રદેશમાં 12.89 ટકા અને પશ્ચિમ બંગાળમાં 15.35 ટકા મતદાન થયું હતું.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ