આ ગાડાએ 8 વખત વોટિંગ કર્યું: શખ્સની ધરપકડ, બૂથ પર બીજી વખત મતદાનના આદેશ; બેદરકારીના પગલે ચૂંટણી આયોગ સખ્ત
- 20 May, 2024
ઉત્તરપ્રદેશના એટામાં એક શખ્સે 8 વખત મતદાન કર્યાનો દાવો કર્યા પછીથી સંબંધિત પોલિંગ બૂથ પર બીજી વખત મતદાન થશે. આ દરમિયાન મતદાન કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. ચૂંટણી આયોગે આ મતદાન કેન્દ્ર પર બીજી વખત વોટિંગ કરવા માટેની ભલામણ કરી છે. તેની સાથે જ પોલિંગ પાર્ટીના તમામ સભ્યોને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
એટાના આ મતદાન કેન્દ્ર પર એક વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેણે 8 વખત વોટિંગ કર્યું છે. તેણે તેનો વીડિયો પણ બનાવ્યો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. તેને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને સપા ચીફ અખિલેશ યાદવે પણ શેર કર્યો છે.
મમલો બહાર આવ્યા પછીથી એટા જિલ્લાના નયાગાંવ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. આઠ વખત મતદાન કરનાર વ્યક્તિની ઓળખ ખિરિયાના પમારાન ગામના રાજન સિંહ તરીકે થઈ છે. પોલીસે રાજનની ધરપકડ કરી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ