લોકસભા ચૂંટણીનાં પાંચમાં તબક્કાનું મતદાન: બપોરે 1 વાગ્યા સુધીમાં 36.73 ટકા મતદાન; લદ્દાખમાં 52.02 ટકા, પશ્ચિમબંગાળમાં 48.41 ટકા વોટિંગ
![top-news](https://gujaratvandan.com/public/uploads/images/newsimages/GujaratVandan20052024_084656_Voting 111.webp)
- 20 May, 2024
દેશનાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પાંચમાં તબક્કાનું મતદાન હાલ ચાલી રહ્યું છે. ચૂંટણી આયોગનાં આંકડાઓ મુજબ, બપોરે 1 વાગ્યા સુધીમાં 36.73 ટકા વોટિંગ થયું છે. બપોરે 1 વાગ્યા સુધીમાં બિહારમાં 34.62 ટકા, જમ્મુ-કાશ્મીરમાં 34.79 ટકા, ઝારખંડમાં 41.89 ટકા, લદ્દાખમાં 52.02 ટકા, મહારાષ્ટ્રમાં 27.78 ટકા, ઓડિશામાં 35.31 ટકા, ઉત્તરપ્રદેશમાં 39.55 ટકા, પશ્ચિમબંગાળમાં 48.41 ટકા મતદાન થયું છે.
લોકસભા ચૂંટણીના આજે પાંચમાં તબક્કાનું વોટિંગ ચાલી રહ્યું છે. આ તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા સીટો પર મતદાન થઈ રહ્યું છે. આ સિવાય ઓડિશા વિધાનસભાની બચેલી 35 સીટો પર પણ આજે મતદાન છે. લોકસભા ચૂંટણીના આ તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 લોકસભા સીટો પર 8 કરોડ 95 લાખથી વધુ મતદાતા 94732 મતદાન કેન્દ્રો પર વોટિંગ કરીને પોતાનો પ્રતિનિધિ ચૂંટશે. ઓડિશા વિધાનસભાની બચેલી 35 સીટો પર પણ આજે જ મતદાન છે.
પાંચમાં તબક્કાની 49 લોકસભા સીટો પર કુલ 695 ઉમેદવારો મેદાનમાં છે. આજે મહારાષ્ટ્રની 13, ઉત્તરપ્રદેશની 14, પશ્ચિમ બંગાળની સાત, બિહારની પાંચ, ઝારખંડની ત્રણ, ઓડિશાની પાંચ અને જમ્મુ-કાશ્મીર તથા લદ્દાખની એક-એક સીટ પર મતદાન થશે. પાંચમાં તબક્કામાં સૌથી ઓછી સીટો(49) પર મતદાન થવા જઈ રહ્યું છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ