:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

અરવિંદ કેજરીવાલે કહી જોરદાર વાત: ઈન્ડિયા ગઠબંધનને મળશે 300થી વધુ સીટો, કહ્યું- 4 જૂને મોદી સરકાર જશે

top-news
  • 21 May, 2024

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે એક મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ચાર જૂને મોદી સરકાર જઈ રહી છે. 4 જૂને ઈન્ડિયા ગઠબંધનને પોતાના દમ પર 300થી વધુ સીટો મળી રહી છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે કહ્યું કે જેમ-જેમ ચૂંટણી થતી જઈ રહી છે, તેમ-તેમ એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે મોદી સરકાર જઈ રહી છે. ઈન્ડિયા ગઠબંધનની સરકાર બની રહી છે. સર્વેના ફન્ડિંગ્સ પરથી સ્પષ્ટ થાય છે કે 4 જૂને ઈન્ડિયા ગઠબંધનને 300થી વધુ સીટો મળશે.

અરવિંદ કેજરીવાલે અમિત શાહના નિવેદન પર કહ્યું કે ગઈકાલે તે દિલ્હી આવ્યા હતા અને દિલ્હી આવીને તેમણે દેશના લોકોને ગાળો આપી. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીના સપોર્ટર પાકિસ્તાની છે. 

અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમને પુછવા માંગું છું કે દિલ્હીના લોકોએ અમને વોટ આપ્યા. પંજાબના લોકોએ અમને વોટ આપ્યા. ગુજરાતના 14 ટકા લોકોએ અમને મત આપ્યા, શું તેઓ પાકિસ્તાની છે? તમને પીએમએ તેમના વારસદાર તરીકે ચૂંટ્યા કે તમને તેનો અહંકાર થઈ ગયો. હજી તો  તમે પીએમ બન્યા નથી અને અને તમને અહંકાર આવી ગયો. તમે પીએમ બની રહ્યાં નથી. બીજેપી જઈ રહી છે. ઘમંડ ઓછો કરો. 

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎