ઉત્તરપ્રદેશનાં ત્રણ ગામમાં બન્યો જોરદાર રેકોર્ડ: લોકસભા ચૂંટણીમાં લલિતપુરના ત્રણ બૂથોએ નોંધાવ્યો 100 ટકા મતદાનનો રેકોર્ડ, મેજિસ્ટ્રેટે કર્યું મતદાન પ્રચાર માટે કામ
- 21 May, 2024
ઝાંસીમાં મતદાન વધારવા માટે સારું કામ કરવામાં આવ્યું હતું. લોકસભા ચૂંટણીમાં લલિતપુરના ત્રણ બૂથોએ 100 ટકા મતદાનના રેકોર્ડ બનાવ્યો છે. અહીંના જિલ્લા મેજિસ્ટ્રેટ અક્ષય ત્રિપાઠીએ મતદાન માટે પ્રચાર સમયે ખૂબ કામ કર્યું છે. તેમણે માત્ર બેનરો અને પોસ્ટરો જ લગાવ્યા ન હતા, પરંતુ જવાબદારી સ્વીકારીને, મતદારોને બૂથ સુધી પહોંચવામાં પણ મદદ કરી હતી. આ ઉપરાંત અન્ય શહેરોમાં રહેતા લોકોને પણ મતદાન કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. જેમાં કેટલાકને ઓફિસમાંથી રજા આપવામાં આવી હતી તો કેટલાક મતદારો ફ્લાઈટ દ્વારા આવ્યા હતા.
ઝાંસી-લલિતપુર બેઠકમાં સૌથી વધુ મતદાન માત્ર લલિતપુર વિધાનસભા ક્ષેત્રમાં થયું હતું. જો કે છેલ્લી ચૂંટણીની સરખામણીમાં આ વખતે ત્રણ ટકા ઓછું મતદાન થયું હતું. તેમ છતાં ત્રણ ગામોએ ઈતિહાસ રચ્યો છે. મદવારા બ્લોકના સૌલદા, બુદની નરાહત અને બિરઘા બ્લોકના બમહૌરી નાગલમાં 100 ટકા મતદાન થયું હતું. આ ગામોના દરેક મતદારોને મતદાન મથક સુધી લાવવા માટે મતદાન કાર્યકરોએ છેક બેંગલુરુ અને દિલ્હીથી મતદારોને બોલાવ્યા હતા.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ