:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

બાબા રામદેવને હાજર થવા કોર્ટની નોટીસ: કેરળની કોર્ટે અખબારમાં ભ્રામક જાહેરાત આપવાના કેસમાં બાબા રામદેવ અને બાલકૃષ્ણને 3 જૂને હાજર રહેવા નોટિસ ફટકારી

top-news
  • 22 May, 2024

યોગગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણની મુશ્કેલીઓ ઘટવાના બદલે વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. અંગ્રેજી અને મલયાલમ ન્યુઝ પેપર્સમાં ભ્રામક જાહેરાત આપવાના કેસમાં કાઝિકોડાની કોર્ટે તેમને 3 જૂન  હાજર રહેવા કહ્યું છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને સુપ્રીમ કોર્ટમાં ભ્રામક જાહેરાત આપવાના કેસમાં કોર્ટ સમક્ષ હાજર થવામાંથી મુક્તિ મળી છે. તે પહેલા યોગગુરુ અને તેમના શિષ્યએ કોર્ટમાં ભ્રામક જાહેરાતના કેસમાં માફી માંગી હતી. 

ચાલુ વર્ષના એપ્રિલ મહિનામાં કોઝિકોડના આસિસ્ટન્ટ ડ્રગ કંટ્રોલરની ઓફિસમાં તહેનાત ડ્રગ્સ ઇન્સ્પેક્ટરે ડ્રગ્સ અને જાદુઈ સારવાર(વાંધાજનક જાહેરાત) એક્ટ, 1954ની કલમ 10, કલમ 3(બી) અને 3(ડી) તથા 7(એ) હેઠળ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. હાલમાં જ હરિદ્વારની એક કોર્ટે રામદેવ અને બાલકૃષ્ણને હાજર થવામાં નિષ્ફળ રહ્યા બાદ સમન્સ જારી કર્યા હતા.

પતંજલિના ઉત્પાદનોમાંથી એક દિવ્યા લિપિડોમએ કોલેસ્ટ્રોલ અને ડિસ્લિપિડેમિયા ઘટાડવાનો દાવો કર્યો હતો.  પતંજલિ ન્યુટ્રેલા ડાયાબિટીક કેરે બ્લડ સુગર લેવલ ઘટાડવા અને શરીરના વજનને નિયંત્રિત કરવાનો દાવો કર્યો હતો. એક્ટની કલમ 3 અમુક રોગો અને વિકારની સારવાર માટે અમુક દવાઓની જાહેરાત પર પ્રતિબંધ મૂકે છે. જો દોષી સાબિત થાય તો છ મહિના સુધીની જેલ અથવા દંડ થઈ શકે છે.

ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎
https://shorturl.at/hjzN0

ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ‎