:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

મહારાષ્ટ્રમાં બોઈલર બ્લાસ્ટના પગલે મોટી દુર્ઘટના: ડોમ્બિવલીમાં બોઈલર ફાટવાથી 4 કામદારોનાં મોત, 2 કિલોમીટર દૂર સુધી સંભળાયો બ્લાસ્ટનો અવાજ

top-news
  • 23 May, 2024

મહારાષ્ટ્રના ડોમ્બિવલીના MIDC વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં બોઈલર ફાટવાને કારણે આગ ફાટી નીકળી હતી. આ અંગેની જાણ થતા જ ફાયરની ચારથી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ડોમ્બિવલી કેમિકલ કંપનીમાં બ્લાસ્ટના કારણે આસપાસની ઈમારતોના કાચ તૂટી ગયા છે. ડોમ્બિવલી બોઈલર બ્લાસ્ટની ઘટનામાં 4 લોકોના મોત થયા છે. મૃતકોમાં બે મહિલા અને બે પુરૂષોનો સમાવેશ થાય છે. આ બ્લાસ્ટમાં 30થી વધુ લોકો ઘાયલ થયા છે.

વિસ્ફોટથી કેટલાક વાહનોને નુકસાન થયું છે. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ બે કિલોમીટર દૂર સુધી સંભળાયો હતો. મહારાષ્ટ્રના ડીસીએમ દેવેન્દ્ર ફડણવીસે ડોમ્બિવલી આગની ઘટના પર ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું છે કે, "ડોમ્બિવલી MIDCમાં અમુદાન કેમિકલ કંપનીમાં બોઈલર વિસ્ફોટની ઘટના દુઃખદ છે. 8 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઘાયલોની સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી છે અને એમ્બ્યુલન્સની પણ ગોઠવણ થઈ છે. તેમણે કહ્યું કે મેં આ અંગે કલેક્ટર સાથે ચર્ચા કરી છે અને તેઓ પણ 10 મિનિટમાં સ્થળ પર પહોંચી રહ્યા છે. NDRF, TDRF, ફાયર બ્રિગેડની ટીમોને પણ બોલાવવામાં આવી છે.


રોહિત પવારે કહ્યું ડોમ્બિવલીમાં એક કેમિકલ કંપનીમાં આગ લાગવાની ઘટના ખૂબ જ ભયાનક છે. એવા પણ અહેવાલ છે કે કેટલાક કામદારો ઘાયલ થયા છે અને હું પ્રાર્થના કરું છું કે તેઓ બધા જલ્દી સ્વસ્થ થઈ જાય. આ આગ ઓલવવા માટે વહીવટીતંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે આવી આગ અને કામદારોની જાનહાનીની ઘટનાઓ વારંવાર કેમ બને છે તે શોધવાની જરૂર છે અને તે દિશમાં યોગ્ય પગલાં લેવા જોઈએ.

આકાશમાં ઉછળતા કાળા ધુમાડાના વિશાળ વાદળો દૂરથી પણ સ્પષ્ટ દેખાય છે. તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટની તીવ્રતા વધુ છે. કહેવામાં આવી રહ્યું છે કે MIDC ફેઝ-2ની એક કંપનીમાં વિસ્ફોટ થયો છે. પ્રાથમિક માહિતી અનુસાર, MIDC વિસ્તારમાં અમોધન કેમિકલ કંપનીના બોઈલરમાં વિસ્ફોટ થયો હતો. જોકે, આ બ્લાસ્ટ બાદ ડોમ્બિવલી વિસ્તારમાં કેટલાય કિલોમીટર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર જોરદાર વિસ્ફોટ બાદ MIDCમાંથી બહાર આવેલા એક કર્મચારીએ જણાવ્યું કે વિસ્ફોટ અમારી બાજુની કંપનીમાં જ થયો હતો. એટલો જોરદાર વિસ્ફોટ થયો કે અમે બધા બહાર નીકળી ગયા હતા. આ અંગે એક મજૂરે વાત કરતા કહ્યું કે તેના હાથ બળી ગયા છે.