:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

રાજકોટ અગ્નિકાંડ મામલામાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી: કોર્ટે ગુજરાત સરકાર અને તંત્રની ઝાટકણી કાઢી, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને ફટકારી નોટિસ

top-news
  • 27 May, 2024

ગુજરાત હાઈકોર્ટમાં રાજકોટ અગ્નિકાંડ મામલે સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે સરકાર અને તંત્રની ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટે આ મામલે જણાવ્યું હતું કે આ બાબતે આદેશ આપવામાં આવ્યો હોવા છતાં નિયમોનું પાલન શાં માટે કરાયુ નથી. કોર્ટે વધુમાં ઝાટકણી કાઢતા કહ્યું કે આદેશનું પાલન ન થવાના પગલે અગ્નિકાંડ સર્જાયો હતો. કોર્ટે ગેમઝોનની મંજૂરી અંગે પણ સવાલ કર્યા હતા કે શું ગેમઝોનની મંજૂરી લેવામાં આવી હતી. શું ગેમઝોનમાં ફાયર સેફટીનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. શાં માટે ફાયર સેફટીને ધ્યાનમાં જ લેવામાં આવી નહોતી.

રાજકોટમાં સર્જાયેલ ગેમ ઝોન અગ્રિકાંડ મામલે હાઈકોર્ટ દ્વારા મનપા કમિશ્નરને નોટીસ ફટકારવામાં આવી છે. હાઈકોર્ટે રાજકોટ મનપા કમિશ્નરને નોટીસ આપી જવાબ માંગ્યો છે. હાઈકોર્ટે કહ્યું હતું કે તમને શા માટે અમારે જવાબદાર ન ગણવા તેનો જવાબ આપે. રાજકોટ મનપા તમારા બચાવ માટે કોર્ટમાં જવાબ આપો. તેમજ ફાયર સેફ્ટી વિના હાઈકોર્ટ નહી ચલાવી લે.

વધુમાં હાઈકોર્ટે કહ્યું કે, આદેશ છતાં મહાનગરપાલિકાએ બેદરકારી દાખવી તેવું સમજીએ? 4 વર્ષમાં 6 મોટી દુર્ઘટનાં બની ત્યારે મહારનગરપાલિકાએ શું કર્યું? દુર્ઘટનામાં લોકોના મોત અંગે તંત્રએ શું કાર્યવાહી કરી? આપણે માણસો છીએ મીડિયા અહેવાલોની અસર થાય જ છે. તંત્રએ મીડિયાનાં અહેવાલને પણ માની રહ્યું નથી. આવી ઘટનાઓમાં તંત્રએ ગંભીર થવાની જરૂર છે.

કાલે એટલે કે રવિવારે કોર્ટે કહ્યું હતું કે આ એક માનવ સર્જિત દુર્ઘટનાં છે. આ  ગેમ ઝોન લોકોની સુરક્ષા માટે ખૂબ જ ભયજનક છે. રાજકોટમાં થયેલ દુર્ઘટના પર સખ્ત કર્યવાહી કરતા હાઈકોર્ટે એક દિવસમાં રિપોર્ટ માંગ્યો હતો. તેમજ  અમદાવાદ, સૂરત, વડોદરા અને રાજકોટ મહાનગર પાલિકા પાસે જવાબ માંગ્યો હતો. અને પૂછ્યું હતું કે ક્યાં નિયમ હેટળ આ પ્રમાણેનું સંચાલન થઈ રહ્યું છે. રાજકોટ દુર્ઘટનામાં 33 લોકોએ જીવ ગુમાવ્યો છે.

રાજકોટ ટીઆરપી ગેમઝોનની દુર્ઘટનાને લઈ પોલીસ અધિકારીઓની બેઠક મળી હતી. સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારીઓને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ સમગ્ર બાબતે ક્રાઈમ બ્રાંચમાં બેઠક મળી હતી. તેમજ સસ્પેન્ડ અધિકારીઓની જોઈન્ટ પોલીસ કમિશ્નર દ્વારા પૂછપરછ કરાઈ છે. જોઈન્ટ પોલીસ કમિશ્નર વિધિ ચૌધરી પૂછપરછ કરશે.