:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

દિલ્હી હાઈકોર્ટે શરજીલને આપ્યા જામીન: દિલ્હી રમખાણો સાથે જોડાયેલા રાજદ્રોહના કેસમાં કોર્ટે જામીન મજૂર કર્યા, ભડકાઉ ભાષણ આપવાનો હતો મામલો

top-news
  • 29 May, 2024

દિલ્હીના રમખાણ દરમિયાન રાજદ્રોહના મામલામાં શરજીલ ઈમામને દિલ્હી હાઈકોર્ટે જામીન આપ્યા છે. શરજીલના કથિત ભડકાઉ ભાષણ બદલ તેની વિરુદ્ધ રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. જેમાં કોર્ટે આજે જામીન આપ્યા છે. ભડકાઉ ભાષણ આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવેલા કાર્યકર્તા શરજીલ ઈમામને લગભગ સાડા ચાર વર્ષ પછી જામીન મળ્યા છે. આ કેસમાં એવા આધાર પર જામીન માંગવામાં આવ્યા હતા કે વધુમાં વધુ સાત વર્ષની સજાના આ ગુનામાં ચાર વર્ષ તો તે જેલમાં વીતાવી ચૂક્યા છે. 

ફેબ્રુઆરીમાં દિલ્હીની કડકડડૂમાં કોર્ટે શરજીલ ઈમામને જામીન આપવાથી ઈન્કાર કર્યો હતો. તે પછીથી શરજીલે હાઈકોર્ટમા આ આદેશને પડકાર્યો હતો અને જામીન માટે અરજી કરી હતી.

જાન્યુઆરી 2022માં દિલ્હીની એક કોર્ટે ઉત્તરપ્રદેશની અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી અને દિલ્હીના જામિયા વિસ્તારમાં શરજીલ ઈમામ દ્વારા કરવામાં આવેલા કથિત ભડકાઉ ભાષણના સંબંધમાં દેશદ્રોહનો આરોપ લગાવવાનો આદેશ આપ્યો હતો. એડિશનલ સેશન જજ અમિતાભ રાવતે શરજીલ ઈમામની વિરુદ્ધ આઈપીસીની કલમ 124એ, 153એ, 153બી, 505 અને યુએપીએની કલમ 13 અંતર્ગત આરોપ નક્કી કરવાના આદેશ આપ્યા હતા. જેએનયૂના પૂર્વ વિદ્યાર્થી અને શાહીન બાગ વિરોધ પ્રદર્શનના પ્રમુખ આયોજકોમાંથી એક શરજીલ ઈમામની 2020માં બિહારના જહાનાબાદથી ધરપકડ કરવામાં આવી હતી. 

ડિસેમ્બર 2019માં જામીયા નગર વિસ્તારમાં સીએએની વિરુદ્ધ દેખાવો ચાલી રહ્યાં હતા. દેખાવકારો અને પોલીસની વચ્ચે ઝપાઝપી બાદ હિંસા ભડકી હતી. જેને લઈને એફઆઈઆર નોંધવામાં આવી હતી. શરજીલ ઈમામ પર 13 ડિસેમ્બર 2019ના રોજ જામિયા મિલિયા ઈસ્લામિયામાં ભડકાઉ ભાષણ આપીને રમખાણો ભડકાવવા અંગેનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

શરજીલનો જન્મ બિહારના જહાનાબાદ જિલ્લાના કાકો રસૂખદાર મુસ્લિમ પરિવારમાં થયો હતો. તેમના પિતા અકબર ઈમામ જનતા દળ યુનાઈટેડના નેતા રહ્યાં છે. શરજીલનો શરૂઆતનો અભ્યાસ પટનાની સેન્ટ જેવિયર હાઈસ્કુલમાં થયો હતો, જ્યાં તેણે ધો.10 સુધીનું શિક્ષણ લીધું હતું. ધો.10માં સારા માર્કસ આવ્યા પછી ધો.11 અને ધો.12ના ક્લાસ માટે દિલ્હી પબ્લિક સ્કુલ વસંતકુંજમાં તેનું એડમિશન કરાવવામાં આવ્યું હતું. શરજીલ ઈમામે આઈઆઈટી બોમ્બથી બીટેક અને એમટેક કર્યું છે. 2013માં તેણે જેએનયુમાંથી આધુનિક ઈતિહાસમાં પીજીની ડિગ્રી પુરી કરી છે.