:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

અમદાવાદથી પકડાયેલા આતંકીની પૂછપરછમાં નવો ઘટસ્ફોટ: ગુજરાત ATSએ પકડેલા આતંકીઓની તપાસમાં નવી વાત સામે આવી, યુવાનોને ISમાં જોડવાનું પણ કરતા હતા કામ

top-news
  • 29 May, 2024

અમદાવાદના એરપોર્ટ પરથી ગુજરાત એન્ટી ટેરેરીસ્ટ સ્કવોડે થોડા દિવસો અગાઉ ચાર ISISના આતંકીઓની ધરપકડ કરી હતી. હવે આ આતંકીઓની તપાસમાં નવા-નવા ખુલાસા થઈ રહ્યાં છે. પૂછપરછ દરમિયાન એવી વાત બહાર આવી છે કે આ આતંકીઓ પાકિસ્તાનના હેન્ડલર અબુની સાથે-સાથે શ્રીલંકાના હેન્ડલર ઓસમન્ડ ગેરાર્ડ સાથે સંપર્કમાં હતા. આતંકીઓ મોહંમદ નુસરથ, મોહંમદ નફરાન, મોહંમદ રસદીન અને મોહંમદ ફરીસને રૂ 4 લાખની શ્રીલંકન કરન્સીની વ્યવસ્થા ઓસમન્ડ ગેરાર્ડ કરી હતી. 

આ કરન્સીને શ્રીલંકાના હમીદ આમિર દ્વારા ચારેય આતંકીઓને પહોંચાડવામાં આવી હતી. આ ઈનપુટ ગુજરાતની ATS ટીમે શ્રીલંકાના ક્રિમિનલ ઈન્વેસ્ટિગેશન ડિપાર્ટમેન્ટને આપતા શ્રીલંકા પોલીસે હેમદ આમિર સહિત 2 વ્યક્તિની ધરપકડ કરી છે. શ્રીલંકાના હેન્ડલર ઓસમન્ડ ગેરાર્ડને વોન્ટેડ જાહેર કરીને 2 મિલિયનનું ઈનામ જાહેર કરવામાં આવ્યું છે. આ હેન્ડલર શ્રીલંકાના દેમાટાગોડાનો રહેવાસી છે અને તે વારંવાર વેશપલટો કરીને રહેઠાણ બદલતો રહે છે. આ સિવાય ISની આતંકી પ્રવૃત્તિમાં કટ્ટરવાદી માનસિકતા ધરાવતા યુવકોને જોડવામાં એક મુસ્લિમ પ્રચારકનું નામ ખુલ્યું છે. જે રાષ્ટ્રીય તૌહીદ જમાત સંગઠનના પ્રચાર દ્વારા યુવાનોને ટ્રાગેટ કરે છે. આ આતંકીઓ પણ 42 દિવસ આ પ્રચારક સાથે રહ્યા હોવાની વાત બહાર આવી છે. 

ગુજરાત ATSની તપાસમાં ખુલાસો થયો છે કે નોર્થ ઇન્ડિયાથી હથિયારો આવ્યા હતા. જેમાં પજાંબ, રાજેસ્થાન અને દિલ્હીમાં IS ના સ્લીપર સેલ સક્રિય હોવાની શંકાના આધારે ATS ની 3 ટીમોએ તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે તાજેતરમાં પંજાબમાં પાસ્કિતાન બોર્ડરથી ડ્રોન થી હથિયાર મોકલવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. આ પ્રકારના હથિયાર આતંકીઓને આપ્યા હોવાથી ATS દ્વારા આ મુદ્દે તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત ચિલોડામાં હથિયાર મુકવા આવેલા સ્લીપર સેલની તપાસ માટે ATSએ 78 હજાર વાહનના CCTV ડેટા મેળવાયા હતા..જેમાંથી 13 હજાર શકાસ્પદ વાહનની તપાસ કરવામાં આવી છે. એટલું જ નહીં શ્રીલંકાની તપાસ એજન્સીએ ચારેય આતંકીઓના ઘરે સર્ચ દરમિયાન વાંધા જનક વસ્તુઓ અને સામગ્રી  પણ જપ્ત કરી છે.. અને આતંકીઓના મોબાઈલ  પણ જપ્ત કર્યા છે.

પકડાયેલા આતંકીઓને લઈને શ્રીલંકા પોલીસની મદદથી તપાસ કરતા વધુ ચોંકાવનારા ખુલાસા થયા છે . જેમાં આતંકી મોહમ્મદ નુસરથ સિંગાપોર, મલેશિયા અને દુબઈ જેવા દેશોમાંથી ટેલિકોમ્યુનિકેશન ઉપકરણો અને ઇલેક્ટ્રિકલ સાધનોની આયાત કરીને કોલંબોમાં બિઝનેશ કરતો હોવાનું ખુલ્યું છે. 2020માં કોલંબો ખાતે હેરોઇન કેસમાં પણ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે બીજો આતંકી મોહમ્મદ નફરાન શ્રીલંકાના નિયાસ નૌફર ઉર્ફે 'પોટ્ટા નૌફર' નામના કુખ્યાત અંડરવર્લ્ડ ગુનેગારની પ્રથમ પત્નીના પુત્ર હોવાનું ખુલ્યું છે.., જેને હાઇકોર્ટના જજ સરથ અંબેપીટીયાની હત્યા માટે મૃત્યુદંડની સજા આપવામાં આવી હતી.

આ આતંકી કપડાં અને ચોકલેટ ના ધંધા માટે દુબઈ અને ભારત આવતો હતો.. 16 વર્ષની ઉંમરથી માતાની સાથે આ ધંધામાં જોડાયો હતો. 2017માં શ્રીલંકામાં ગોલ્ડની દાણચોરી કેસમાં તેની ધરપકડ થઈ હતી.. જ્યારે મોહમદ ફારીશ અને મોહમદ રસદીન  પણ ગુનાહિત ઇતિહાસ છે.. ત્યારે ગુજરાત ATS અને શ્રીલંકાની તપાસ એજન્સી દ્વારા ભારત અને શ્રીલંકામાં સક્રિય IS ના સ્લીપર સેલને લઈને સર્ચ શરૂ કર્યું છે.