:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

પોર્શે કાર અકસ્માત મામલામાં નવો ઘટસ્ફોટ: ધારાસભ્યની ભલામણના પગલે અજય તાવરેની નિમણૂંક કરાઈ હતી, ડીને કહી દીધી ચોખ્ખી વાત

top-news
  • 30 May, 2024

પુનાના પોર્શે કાર અકસ્માતમાં નવું અપડેટ સામે આવ્યું છે. સસૂન હોસ્પિટલના ડીન વિનાયક કાલેએ આરોપી ડો.અજય તાવરેને લઈને મોટો ખુલાસો કર્યો છે. ડો.વિનાયક કાલેએ કહ્યું કે કિડની ટ્રાન્સપ્લાન્ટ અને લલિત પાટિલ ડ્રગ્સ મામલામાં આરોપી હોવા છતાં તાવરેને ફરીથી અધિક્ષક નિમવામાં આવ્યા છે. આ અંગે નિવેદન આપતા ધારાસભ્ય સુનીલ ટિંગરેએ ચિકિત્સા શિક્ષા મંત્રી હસન મુશ્રીફને ભલામણ કરી. અધિક્ષક પદ પર નિમણૂંક દરમિયાન હોસ્પિટલમાં બાકી તમામ આસિસ્ટન્ટ પ્રોફેસર હતા. સિનિયોરિટી પ્રમાણે ડો.તાવરે જ એકમાત્ર પ્રોફેસર હતા. આ બંને બાબતોને ધ્યાનમાં રાખીને તેમને ફરીથી ફોરેન્સિક મેડિકલ વિભાગની જવાબદારી આપવામાં આવી હતી.

અગાઉ, સાસૂન હોસ્પિટલના ડીને ડૉ. શ્રીહરિ હલનોરને સેવામાંથી બરતરફ કર્યા હતા અને મહારાષ્ટ્રના મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ડિરેક્ટોરેટને પણ ડૉ. અજય તાવરે સામે પગલાં લેવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત જુવેનાઈલ જસ્ટીસ બોર્ડના નોન જ્યુડીશીયલ મેમ્બર એલ.એન. દાનવડેના વર્તનની તપાસ અને પૂછપરછ કરવા માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા પાંચ સભ્યોની SIT સમિતિની રચના કરવામાં આવી છે, જેનું નેતૃત્વ મહિલા અને બાળ વિકાસ વિભાગના ડેપ્યુટી કમિશનર સ્તરના અધિકારી કરશે.

પોલીસ સૂત્રોએ જણાવ્યું કે સગીર આરોપી ડ્રાઈવરના મિત્રએ કબૂલ્યું છે કે 19 મેના રોજ અકસ્માત સમયે સગીર આરોપી પોર્શ ચલાવી રહ્યો હતો, જેમાં બે આઈટી પ્રોફેશનલ્સ માર્યા ગયા હતા.તેણે એ પણ જણાવ્યું કે 17 વર્ષનો સગીર પણ નશામાં હતો. સૂત્રોએ ઈન્ડિયા ટુડે ટીવીને જણાવ્યું હતું કે લગભગ 6 કલાક સુધી પૂછપરછ કર્યા બાદ આરોપી સગીર ના મિત્રનું નિવેદન પુણે ક્રાઈમ બ્રાન્ચની ઓફિસમાં રેકોર્ડ કરવામાં આવ્યું હતું. આરોપીના મિત્રએ દાવો કર્યો હતો કે તેણે (આરોપી) પોર્શ કાર ચલાવતા પહેલા દારૂ પીધો હતો અને બાદમાં કારનો અકસ્માત થયો હતો. તેના પહેલા નિવેદનમાં, સગીરના અન્ય મિત્રએ કહ્યું હતું કે પોર્શ કાર સગીર દ્વારા નહીં પરંતુ પરિવારના ડ્રાઈવર દ્વારા ચલાવવામાં આવી રહ્યો હતો.

પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારે કહ્યું હતું કે આ કેસમાં એ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે અકસ્માત સમયે સગીર કાર ચલાવી રહ્યો ન હતો, પરંતુ પરિવારનો ડ્રાઈવર ગંગારામ કાર ચલાવી રહ્યો હતો.પોલીસને આપેલા પોતાના પ્રથમ નિવેદનમાં ગંગારામે એવો પણ દાવો કર્યો હતો કે પોર્શ કાર ચલાવનાર સગીર નહીં પણ તે પોતે હતો.

સગીર આરોપીના દાદા પર ગંગારામને ધમકાવવાનો અને પોલીસને નિવેદન આપવા દબાણ કરવાનો આરોપ છે કે તે પોર્શ ચલાવતો હતો. સગીર આરોપી હાલ 14 દિવસથી ચિલ્ડ્રન ઓબ્ઝર્વેશન સેન્ટરમાં છે. 19 મેના રોજ અકસ્માત પહેલા તેણે એક બારમાં દારૂ પીધો હતો અને પછી બીજા બારમાં ગયો હતો.