:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ડોક્ટરોએ પૈસાની લાલચમાં કરી આરોપીની તરફેણ: પુના પોર્શે કાર અકસ્માત કેસનાં આરોપીનું બ્લડ સેમ્પલ જ બદલી નાંખ્યું, લઈ લીધું તેની માતાનું સેમ્પલ

top-news
  • 30 May, 2024

પુનાના પોર્શે કાર અકસ્માતમાં રોજ નવા-નવા ઘટસ્ફોટ થઈ રહ્યાં છે. મીડિયાના અહેવાલો મુજબ,  જે લોહીના નમુનાઓને આલ્કોહોલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા, તે લોહીના નમુના આરોપીના પોતાના નહીં પરંતુ તેની માતાના હતા. એટલે કે નમુનાઓ બદલાઈ ગયા હતા.

 19 મેના રોજ થયેલા અકસ્માતના મામલામાં ક્રાઈમ બ્રાન્ચ સોમવારે બે ડોક્ટર્સની ધરપકડ કરી હતી. આ ડોક્ટર્સ સરકાર દ્વારા ચલાવવામાં આવતી સાશન જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે. ડો.અજય તવારે ફોરેન્સિક સાયન્સ વિભાગના હેડ છે જ્યારે ડો.શ્રીહરી હાલનોર કેસ્યુલિટી મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવે છે. પોલીસે બે ડોક્ટર્સ સિવાય મોરચરી વિભાગમાં ફરજ બજાવતા એક કર્મચારીની પણ ધરપકડ કરી છે. આ તમામ પર લોહીના નમુનાને બદલી નાંખવાનો આરોપ છે. 

આ રિપોર્ટ બદલવા માટે સગીર કાર ડ્રાઈવરના પિતા જે બિલ્ડર છે, તેમના દ્વારા એક મારફતીયો રાખવામાં આવ્યો હતો. આ મારફતીયા મારફતે લોહીના નમૂનાને કઈ રીતે બદલી નાંખવા તે અંગેનું ષડયંત્ર બનાવવામાં આવ્યું હતું અને તે માટે સરકારી હોસ્પિટલના બે ડોક્ટર્સ અને એક કર્મચારીની મદદ લેવાઈ હતી. પોલીસે આ ધરપકડ સગીરનો બ્લડ રિપોર્ટ નેગેટિવ આવતા કરી હતી. ઉલ્લેખનીય છે કે પોલીસે બાદમાં સગીરના રિપોર્ટ અને તેના પિતાની ડિએનએ ફિંગરપ્રિન્ટિંગ ફોરન્સિક સાયન્સ લેબોરેટરીમાંથી મળેવી હતી. 



આ અંગે પુનાના પોલીસ કમિશનર અમિતેશ કુમારે કહ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઘટના પછીથી બિલ્ડરે એક વચેટિયાની મદદ લીધી હતી અને તેના માધ્યમથી તે ઘાટકાબલ અને પછીથી તાવરેના સંપર્કમાં આવ્યો હતો. બિલ્ડરે 19 મેના રોજ સવારના 10 વાગ્યાની આસપાસ તાવરેનો સંપર્ક કર્યો હતો. તપાસમાં બિલ્ડરના ઘરમાંથી મળેલા ફોન પરથી એ વાત પણ બહાર આવી છે કે બિલ્ડરે તાવરેને રેગ્યુલર કોલ કર્યા હતા. જોકે બાદમાં તેણે 20થી વધુ કોલ કરવા માટે એક એપ્લિકેશનનો સહારો લીધો હતો.

કોસ્યુલિટી મેડિકલ ઓફિસર ડોક્ટર શ્રીહરિ હાલનોરે એ વાતનો સ્વીકાર કર્યો છે કે તેમને તાવરએ 3 લાખ રૂપિયા આપ્યા હતા. ઉલ્લેખનીય છે કે હાલનોરે સગીરના બ્લડ સેમ્પલને કચરાપેટીમાં ફેંકી દીધું હતું અને તેના સ્થાને તેની માતાને બ્લડ સેમ્પલને બદલી નાંખ્યું હતું.