:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

બસ ખીણમાં ખાબકતા 20નાં મોત: હાથરસથી શિવ ખોડી જઈ રહેલી યાત્રાળુંઓની બસ રોડ પરથી 150 ફુટ ઉંડી ખીણમાં ખાબકી

top-news
  • 30 May, 2024

જમ્મુમાં એક રોડ અકસ્માતનાં સમાચાર સામે આવ્યા છે. યાત્રીઓને લઈને જઈ રહેલી એક બસ રોડ પર પરથી ખાણમાં ખાબકી હતી. આ દુર્ઘટનામાં 20 લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ યાત્રીઓને લઈને જઈ રહેલી બસ યુપીથી હાથરસથી જમ્મુ-કાશ્મીરના રિયાસી જિલ્લા સ્થિત શિવ ખોડી જઈ રહી હતી. ચોકી ચોરા ક્ષેત્રમાં તંગલી મોડ પર આ દુર્ઘટના ઘટી હતી અને બસ લગભગ 150  ફુટ નીચે ખીણમાં ખાબકી હતી. એમ કહેવાઈ રહ્યું છે કે ડ્રાઈવરે બસ પરથી કાબુ ગુમાવી દીધો હતો. 



એક સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, આ દુ:ખદ અકસ્માત રાજૌરી જિલ્લામાં થયો હતો. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, ઘાયલોને જમ્મુની અખનૂર હોસ્પિટલ અને સરકારી મેડિકલ કોલેજ (જીએમસી) હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

અકસ્માતને પગલે સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકો ચીસો પાડવા લાગ્યા. બનાવ અંગેની માહિતી પોલીસને આપવામાં આવી હતી. માહિતી મળતાં જ NDRF અને SDRFની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ, નાગરિકો અને SDRF, NDRFએ તરત જ બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી.