:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

વડાપ્રધાન મોદીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું: નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ મૂર્મુને સુપરત કર્યું રાજીનામું, 8 જૂને લઈ શકે છે દેશના ત્રીજા વડાપ્રધાન તરીકે શપથ

top-news
  • 05 Jun, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મને પોતાનું રાજનામું સુપરત કર્યું છે. ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સે ત્રીજી વખત બહુમતી પ્રાપ્ત કરી લીધી છે. એનડીએ ગઠબંધને લોકસભા ચૂંટણીમાં 292 બેઠકો પર જીત પ્રાપ્ત કરી છે. જોકે બીજેપી એકલા હાલ હાથે બહુમતી માટે જરૂરી આંકડાને પાર કરી શકી નથી અને તેણે 240 સીટથી જ સંતોષ માનવો પડ્યો છે. બીજી તરફ વિપક્ષના ઈન્ડિયા એલાયન્સે 234 સીટો પર વિજય પ્રાપ્ત કર્યો છે.

પરિણામોના બીજા જ દિવસે એટલે કે આજે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે. તેઓ બુધવારે બપોરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. તેમણે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને તેમના મંત્રી પરિષદનું રાજીનામું પણ સુપરત કર્યું. રાષ્ટ્રપતિએ તેમનું રાજીનામું સ્વીકાર્યું અને નવી સરકારની રચના સુધી વડા પ્રધાન અને કેન્દ્રીય મંત્રી પરિષદને તેમના પદ પર ચાલુ રાખવા વિનંતી કરી.



લોકસભા ચૂંટણીમાં એનડીએને બહુમતી મળી છે અને ત્રીજી વખત સત્તા બનવા જઈ રહી છે. નવી સરકારની શપથ ગ્રહણની તારીખ અને સમય પણ નક્કી થઈ ગયો છે. સૂત્રોનું કહેવું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો શપથ ગ્રહણ સમારંભ 8 જૂને સાંજે થાય તેવી શક્યતા છે. તેને લઈને તૈયારીઓ કઈ રીતે કરવી તેની પર ચર્ચા વિચારણ શરૂ થઈ ગઈ છે. નવા મંત્રી મંડળમાં ચેહરાઓને લઈને સહયોગી દળો સાથે વાતચીત અને બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. એવું કહેવાઈ રહ્યું છે કે બે-ત્રણ દિવસમાં નામોને ફાઈનલ કરવામાં આવશે. 

તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી 2024માં બીજેપીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને 292 સીટો મળી છે. જો કે ભાજપ પોતાના દમ પર બહુમતીનો આંકડો સ્પર્શી શકી નથી. આવી સ્થિતિમાં કેન્દ્રમાં સત્તા કબજે કરવા માટે ભાજપે સાથી પક્ષોનો સહારો લેવો પડશે. આમાં તેલુગુ દેશમ પાર્ટી (ટીડીપી)ના વડા ચંદ્રબાબુ નાયડુ અને બિહારના મુખ્યમંત્રી તેમજ જનતા દળ યુનાઇટેડના વડા નીતિશ કુમાર મહત્વની ભૂમિકા ભજવશે તેવું માનવામાં આવે છે. વાસ્તવમાં ભાજપને ત્રીજી વખત સરકાર બનાવવા માટે આ બંને પક્ષોની મદદની જરૂર છે. તેમનું મહત્વ જાણીને બંને પક્ષોના પ્રમુખ ભાજપ પાસે ઘણી માંગણીઓ કરી શકે છે.

આંધ્રપ્રદેશમાં 16 લોકસભા બેઠકો જીતનાર ટીડીપી એનડીએ સરકારને ટેકો આપવા બદલ સરકારમાં મોટા હિસ્સાની માંગ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે નાયડુની સૌથી મોટી માંગ લોકસભા અધ્યક્ષ પદની છે. તમને જણાવી દઈએ કે TDP ચીફ ચંદ્રબાબુ નાયડુ કયા મંત્રાલયોની માંગ કરી શકે છે. નાયડુ 5 થી 6 કે તેથી વધુ મંત્રાલયો માંગી શકે છે. ત્રીજી વખત પીએમ પદના શપથ લેતા જ નરેન્દ્ર મોદીના નામે એક નવો રેકોર્ડ જોડાશે. તેઓ દેશના બીજા એવા નેતા બનશે, જે સતત ત્રીજી વખત ચૂંટણી જીત્યા અને  દેશના પીએમ બનશે. આ પહેલા આ રેકોર્ડ જવાહર લાલ નહેરુંના નામે છે. મોદી તેમના રેકોર્ડની બરાબરી કરશે.