:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ભાજપ માટે કપરા ચઢાણ શરૂ: નીતિશ કુમારે કરી 3 મંત્રી પદની માંગ, જાણો તેની પાછળનું ગણિત, મોદીની સામે આવ્યો પ્રથમ કોયડો...

top-news
  • 06 Jun, 2024

લોકસભા ચૂંટણીના પરિણામો પછી હવે એનડીએ સરકારના ગઠબંધનની સરકાર બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. બીજેપીને વર્ષ 2024ની લોકસભા ચૂંટણીમાં સંપૂર્ણ બહુમતી ન મળવાને કારણે એનડીએના વિવિધ સહયોગી પક્ષો દ્વારા વિવિધ માંગણીઓ કરવાના સમાચાર સામે આવી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યા મુજબ નીતીશ કુમારે મંત્રી પદ માટે એક ફોર્મ્યુલા રજૂ કરી છે. આ ફોર્મ્યુલા મુજબ તેમને 4 સાંસદોના બદલામાં એક મંત્રી પદ જોઈએ છે. સરળ ભાષામાં સમજીએ તો તેમના 12 સાંસદોના બદલામાં તેમને કેબિનિટમાં 3 મંત્રી પદ જોઈએ. 

સૂત્રોને ટાંકીને એ વાત સામે આવી રહી છે કે નીતિશ કુમારે મંત્રી પદ માટે ફોર્મ્યુલા આગળ કરી છે. નીતીશની ફોર્મ્યુલા મુજબ તેમને દર 4 સાંસદો પાછળ એક મંત્રી પદ મળવું જોઈએ. આ હિસાબે તેમની પાસે 12 સાંસદ છે, તેથી તેમને કેબિનેટમાં 3 મંત્રી પદ મળવા જોઈએ.

JDU સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, 'મોદી સરકાર 3.0ના શપથ ગ્રહણ સુધી બિહારના સીએમ નીતિશ કુમાર દિલ્હીમાં રહી શકે છે. એનડીએ નેતાઓ સાથે દાવો કરવા માટે તેઓ રાષ્ટ્રપતિ ભવન પણ જઈ શકે છે. આ દરમિયાન નીતિશ આજે જેડીયુના નવા ચૂંટાયેલા સાંસદો સાથે પણ બેઠક કરવાના છે. જેડીયુને એ વાત સામે કોઈ વાંધો નથી કે ભાજપ પાસે સ્પીકરનું પદ હશે.

તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીના પરિણામોમાં એનડીએ બહુમતી (272) કરતા વધુ (293) બેઠકો મેળવવામાં સફળ રહી છે, પરંતુ ભાજપ પોતાના દમ પર બહુમતી મેળવી શકી નથી. તેથી સીટોની દૃષ્ટિએ સૌથી મોટી પાર્ટી હોવા છતાં ભાજપે સાથી પક્ષો પર નિર્ભર રહેવું પડે છે. બીજેપી પછી ચંદ્રબાબુ નાયડુની ટીડીપી 16 સીટો સાથે એનડીએમાં બીજા ક્રમે છે. નીતિશ કુમારની જેડીયુએ 12 સીટો પર જીત નોંધાવી છે.

ટીડીપી આ મંત્રાલયની માંગ કરી શકે છે
1. લોકસભા અધ્યક્ષનું પદ
2. માર્ગ પરિવહન
3. ગ્રામીણ વિકાસ
4. આરોગ્ય
5. આવાસ અને શહેરી બાબતો
6. કૃષિ
7. પાણીની શક્તિ
8. માહિતી અને પ્રસારણ
9. શિક્ષણ
10. ફાઇનાન્સ (MoS)