:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

ચંદ્રબાબુએ કહી દીધી સ્પષ્ટ વાત: ભારતીય ઈકોનોમિની ગતિ અટકશે નહીં, નાયડુએ કહ્યું- મોદીને સંપૂર્ણ સમર્થન રહેશે

top-news
  • 07 Jun, 2024

લોકસભા ચૂંટણીમાં એનડીએ ગઠબંધનને બહુમતી મળ્યા પછી શુક્રવારે દિલ્હીમાં સંસદીય દળની બેઠક થઈ અને તેમાં તમામે નરેન્દ્ર મોદીના નામના પ્રસ્તાવ પર પોતાની મોહર લગાવી દીધી છે. ગઠબંધનના સાથી એવા તેલુગુદેશમ પાર્ટીના નેતા ચંદ્રબાબુ નાયડુએ વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના નામ પર મહોર મારતા તેમને સંપૂર્ણ સમર્થન આપવાની વાત કહી. આ દરમિયાન નાયડુએ મોદી સરકારના છેલ્લા 10 વર્ષના કાર્યકાળની ઉપલબ્ધીઓને ગણાવતા મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે દેશ ઝડપથી દુનિયામાં ત્રીજી સૌથી મોટી ઈકોનોમિ બનનાર છે. 

ચંદ્રબાબુએ કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ઈન્ડિયન ઈકોનોમિ વિશ્વમાં પાંચમી સૌથી મોટી ઈકોનોમિ બની છે. નાયડુએ વધુમાં કહ્યું કે દેશની ઈકોનોમિની આ ઝડપી ગતિ આ જ રીતે ચાલુ રહેશે અને પીએમ મોદીના નેતૃત્વમાં ભારત આ વખતે ત્રીજી સૌથી મોટી ઈકોનોમિ બનશે. એનડીએ સંસદીય દળની બેઠકમાં ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડએ કહ્યું કે અમે બધાને અભિનંદન પાઠવી રહ્યાં છે કારણ કે અમે શાનદાર બહુમતી પ્રાપ્ત કરી છે. મેં ચૂંટણી દરમિયાન જોયું છે કે 3 મહીના સુધી પીએમ મોદીએ ક્યારેય આરામ કર્યો નથી. તેમણે દિવસ-રાત પ્રચાર કર્યો છે. તેમણે તે જ ભાવના સાથે શરૂઆત કરી અને તે જ ભાવના સાથે ખત્મ કર્યું.

આ સિવાય નીતીશ કુમારે કહ્યું કે જેડીયુનું સમર્થન વડાપ્રધાન પદ માટે નરેન્દ્ર મોદીને જાય છે. અમારું સંપૂર્ણ સમર્થન નરેન્દ્ર મોદીને રહેશે. પાંચ વર્ષ સુધી અમારો સાથ રહેશે. આગામી વખતે વધુ બહુમતી સાથે આવીશું. હવે દેશની સાથે-સાથે બિહાર ઝડપથી આગળ વધશે. સંપૂર્ણ સમર્થન કરીશું. અમે લોકો તેમની સાથે રહીશું. 

ઉલ્લેખનીય છે કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ વાળા નેશનલ ડેમોક્રેટિક એલાયન્સે ત્રીજી વખત બહુમતી પ્રાપ્ત કરી છે. એનડીએ ગઠબંધને 292 સીટ જીતી છે. જોકે ભાજપ આ વખતે બહુમતી માટે જરૂરી આંકડા સુધી પહોંચી શક્યું નથી. તેણે 240 સીટોથી જ સંતોષ કરવો પડ્યો છે. વિપક્ષના ઈન્ડિયા બ્લોકે 234 સીટો પર જીત પ્રાપ્ત કરી છે.