:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

NDAએ રજૂ કર્યો સરકાર બનાવવાનો દાવો: રાષ્ટ્રપતિને સોંપ્યું સમર્થક સાંસદોનું લિસ્ટ, નરેન્દ્ર મોદી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને મળ્યા, ખબર-અંતર પુછ્યાં

top-news
  • 07 Jun, 2024

દેશમાં નવી કેન્દ્ર સરકાર બનાવવાની કવાયત શરૂ થઈ ગઈ છે. નરેન્દ્ર મોદી ત્રીજી વખત 9 જૂને વડાપ્રધાન પદના શપથ લઈ શકે છે. આ દરમિયાન દિલ્હીમાં એનડીએ અને INDIA બ્લોકની બેઠકોનો ધમધમાટ ચાલુ છે. આ દરમિયાનમાં એનડીએ સંસદીય દળના નેતા તરીકે ચૂંટયા પછી નરેન્દ્ર મોદી બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના ઘરે પહોંચ્યા હતા. તેઓ અડવાણીને મળ્યાં હતા અને તેમના ખબર-અંતર પૂછ્યાં હતા.

અરુણાચાલનો ઉલ્લેખ કરતા નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી સરકાર બનતી રહે છે. આંધ્રમાં હું હમણાં જ ચંદ્રબાબુ નાયડુને પુછી રહ્યો હતો, આ હિસ્ટોરિકલ સૌથી વધુ છે. અહીં જે પવન છે, તે પવન નહીં પરંતુ આંધી છે. આંધીએ અમારા માટે આટલું મોટું સમર્થન આપ્યું છે. મહાપ્રભુ જગન્નાથ. હું હમેશાં માનું છું કે જગન્નાથ જી ગરીબોના ભગવાન છે. વિકસિત ભારત અમારું સપનું છે. આવતા 25 વર્ષમાં મહાપ્રભુ જગન્નાથની કૃપાથી ઓડિશા ભારતની વિકાસ યાત્રાના ગ્રોથ એન્જિનમાંથી એક હશે.

નરેન્દ્ર મોદીએ કહ્યું ચૂંટણીમાં કેટલોક ઉલ્લેખ કરવા જરૂર માંગીશ. દક્ષિણ ભારતમાં એનડીએ મજબુત થયું છે. કર્ણાટક અને તેલંગાનામાં જોઈએ તો હમણાં જ સરકાર બની હતી. જોકે થોડી જ વારમાં લોકો એ ભ્રમમાંથી બહાર આવી ગયા. તમિલનાડું, ત્યાં અમારો એનડીએ સમુહ ખૂબ જ મજબૂત છે. આજે અમે તમિલનાડુંમાં અમે સીટો તો જીતી શક્યા નથી પરંતુ જે ઝડપથી એનડીએનો વોટ શેર વધ્યો છે, તે સ્પષ્ટ બતાવે છે કે આવતીકાલમાં શું લખેલું છે. કેરળમાં અમારા સંખ્યાબંધ કાર્યકર્તાઓએ બલિદાન આપ્યું અને આજે પ્રથમ વખત સંસદમાં કેરળથી અમારો પ્રતિનિધિ બનીને આવ્યો છે.

નીતીશ કુમારે કહ્યું કે 10 વર્ષથી તે વડાપ્રધાન છે અને ફરીથી વડાપ્રધાન બનવા જઈ રહ્યાં છે. સંપૂર્ણ ભરોસો છે, જે પણ કઈ બચ્યું છે તે આગામી વખતે બધુ જ પુરુ કરી દઈશું. જે પણ રાજ્યના હોય. અમે લોકો સંપૂર્ણ રીતે તેમની સાથે જ રહીશું. મેં જોયું છે કે ક્યાંક-ક્યાંક કેટલાક લોકો જીતી ગયા છે. આગલી વખત જે આવશે તે બધું જ હારી જશે. નીતીશે વધુમાં કહ્યું કે વિપક્ષે આજસુધીમાં કોઈ જ કામ કર્યું નથી. દેશ ખૂબ જ આગળ વધશે. બિહારનું બધું કામ થઈ જશે.