:
Breaking News
આ દવાઓ મફત મળશે: ગુજરાતના તમામ આરોગ્ય કેન્દ્રો પર ફ્રીમાં મળશે જીવન જરૂરી મેડિસિન્સ, સરકારે યાદીમાં ઉમેરી નવી દવાઓ. ફ્રાન્સથી આવ્યા માઠા સમાચાર: ઓલિમ્પિકની શરૂઆત પહેલા ફ્રાન્સના રેલવે નેટવર્ક પર હુમલો થતા 8 લાખ લોકો અસરગ્રસ્ત, ટ્રેન નેટવર્કની ખામી શોધવાના પ્રયાસો ચાલું. ભારતીય શેરબજારોમાં મોટો ઉછાળો: સેન્સેક્સ 1292 અંક વધ્યો, નિફ્ટી 24834 પર બંધ; ભારતી એરટેલ, વિપ્રો, ટાટા સ્ટીલના શેર વધ્યા. ભષ્ટ્રાચારને નાથવા ગુજરાત સરકાર લાવશે કાયદો: વિધાનસભાના ચોમાસુ સત્રમાં વિધાયક આવે તેવી શક્યતા, ભષ્ટ્રાચાર કરનાર અધિકારીઓમાં ગભરાટ. કારગીલ વિજય દિવસની ઉજવણી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કારગિલ યુદ્ધના વીરોને આપી શ્રદ્ધાંજલિ, લદ્દાખમાં શિંકુન લા પ્રોજેક્ટની પણ કરી શરૂઆત. રાષ્ટ્રપતિ ભવનના હોલનું નામ બદલવાનો મામલો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ વડાપ્રધાન મોદી પર કર્યો શાબ્દિક હુમલો, કહ્યું- દરબારનો ખ્યાલ નથી પરંતુ 'શહેનશાહ'નો ખ્યાલ છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને આપ્યો ઝાટકો: કોર્ટે કહ્યું- રાજ્યોને ખાણ અને ખનીજો ધરાવતી જમીનો પર ટેક્સ લગાવવાનો અધિકાર, ખનીજો પર ટેક્સ વસુલવાના મામલે મોટો ચુકાદો. શેરબજાર ખુલતાની સાથે જ તૂટ્યું: સેન્સેક્સ 600 અંક ઘટ્યો, નિફ્ટી 24300ની નીચે; ટાટા મોટર્સ, લાર્સન, કોટક મહિન્દ્રાના શેર વધ્યા. રેલવે મંત્રીએ આપ્યા સારા સમાચાર: મધ્યમ અને ઓછી આવક ધરાવનાર પરિવારોને થશે સીધો ફાયદો, જાણો અશ્વિની વૈષ્ણવે કરેલી જાહેરાત વિશે. કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: અગ્નિવીરોને BSF અને CISFમાં 10 ટકા અનામત મળશે, પ્રથમ બેચને ઉંમરમાં 5 વર્ષની છૂટછાટ અપાશે.

મોદી કેબિનેટનો પ્રથમ મોટો નિર્ણય: PM આવાસ યોજના અંતર્ગત 3 કરોડ નવા ઘર બનશે, ગત સરકારમાં આ યોજના હેઠળ બન્યા હતા 4.21 કરોડ ઘર

top-news
  • 10 Jun, 2024

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ  લીધા બાદ આજે કેબિનેટની પ્રથમ બેઠક યોજાઈ છે. આ બેઠકમાં પીએમ આવાસ યોજના અંતર્ગત 3 કરોડ નવા ઘર બનાવવા અંગેની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મોદી 3.0 કેબિનેટમાં સામેલ કુલ કેબિનેટ મંત્રીઓમાં 25 ભાજપના છે. જ્યારે 5 મંત્રી પદ સહયોગી પાર્ટીઓને આપવામાં આવ્યા છે. 

કેબિનેટની મળેલી પ્રથમ બેઠકમાં જ પ્રધાનમંત્રી આવાસ યોજનાને એક્સટેન્ડ કરવામાં આવી છે. એમ કહેવાઈ રહ્યું છે કે આ યોજના અંતર્ગત નવા ત્રણ કરોડ ઘર બનાવવામાં આવશે. આ પહેલા આ યોજના અંતર્ગત ગામડાઓ અને શહેરોમાં કુલ 4.21 કરોડ ઘર બનાવવામાં આવ્યા છે. આજે કેબિનેટની પ્રથમ બેઠક થઈ હતી. તેમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે મોદી કેબિનેટમાં સ્થાન મળ્યાં પછી અજિત પવાર ગ્રુપની એનસીપીની નારાજગી પછી હવે એકનાથ શિંદે ગ્રુપની શિવસેનાની પણ નારાજગી સામે આવી રહી છે. પાર્ટીના ચીફ વ્હીપ શ્રીરંગ બારણેનું કહેવું છે કે એક તરફ જ્યાં ચિરાગ પાસવાન, જીતન રામ માંજી અને એચડી કુમાર સ્વામીની પાર્ટીને ઓછી સીટ મળ્યા પછી પણ કેબિનેટ મંત્રાલય આપવામાં આવ્યું છે, તો બીજી તરફ તેમની પાર્ટીના સાત સાંસદ હોવા છતાં માત્ર સ્વતંત્ર પ્રભારની સાથે રાજ્ય મંત્રીનું જ પદ આપવામાં આવ્યું છે. 

શ્રીરંગ બર્નેએ કહ્યું કે અમે કેબિનેટમાં સ્થાનની અપેક્ષા રાખતા હતા. ચિરાગ પાસવાન પાસે પાંચ સાંસદ છે, માંઝી પાસે એક સાંસદ છે, જેડીએસ પાસે બે સાંસદ છે, તેમ છતાં તેમને કેબિનેટ મંત્રાલય મળ્યું છે. પછી લોકસભાની 7 બેઠકો મળ્યા પછી, આમ છતાં શા માટે? શું શિવસેનાને માત્ર એક જ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) મળ્યો?

શિવસેનાના ચીફ વ્હીપે કહ્યું અમારી શિવસેનાના સ્ટ્રાઈક રેટને ધ્યાનમાં રાખીને અમને કેબિનેટ મંત્રી પદ આપવું જોઈતું હતું. આમ કહીને શિંદે જૂથના સાંસદ શ્રીરંગ બર્નેએ ખુલ્લેઆમ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. શ્રીરંગ બર્નેએ કહ્યું કે એનડીએના અન્ય ઘટક પક્ષોમાંથી એક-એક સાંસદ ચૂંટાયા હતા, પરંતુ તેમને કેબિનેટ પ્રધાન પદ આપવામાં આવ્યું છે, તો પછી ભાજપે શિંદે જૂથ પ્રત્યે આવું અલગ વલણ કેમ અપનાવ્યું? શિવસેના સાંસદે કહ્યું કે જો આવું થાય તો પરિવારની વિરુદ્ધમાં આવેલા અને મહાગઠબંધનમાં સામેલ થયેલા અજિત પવારને મંત્રી પદ આપવું જોઈતું હતું. તેમજ ભાજપે આ મંત્રી પદ સતારાના સાંસદ ઉદયનરાજે ભોસલેને આપવું જોઈતું હતું.